માગ:ચુડા કસ્તુરબા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીની આત્મહત્યા અંગે ન્યાયિક તપાસ કરાવો
ચૂડાન કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થિનીએ ઝેર પી આત્મ હત્યા બનાવ અંગે જન મન પાર્ટીએ કલેક્ટર અને એસપી કચેરીમાં આવેદન પાઠવ્યું હતંુ. જેમાં બનાવમાં તપાસ અપાવી મૃતકના પરિવારને ન્યાય અપાવવા માગ કરી હતી.
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી અને એસપી કચેરીમાં જન મન પાર્ટીના પ્રકાશભાઇ રાજપૂત, જયેશભાઇ પરમાર સહિતનાઓએ આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ 26-12-21એ દેવુબેન ઠાકરશીભાઇએ ઝેરી દવા પીતા મોતનો બનાવ બન્યો હતો.જેમાં ઝેરી દવા પીધેલી કે પીવડાવવામાં આવી તેનો સીડીઆર રિપોર્ટ મગાવવામાં આવ્યા નથી. જ્યારે ઝેરી દવા વિદ્યાલયમાં આવી કેવી રીતે તે મહત્વનો પ્રશ્ન છે વિદ્યાલયની દરેક બાળાની જવાબદારી વિદ્યાલયની બને છે. બનાવને 30 દિવસથી વિત્યા પછી પણ કોઇ કાનૂની કાર્યવાહી કરાઇ નથી કે ઉલટ તપાસ થઇ નથી.ગુજરાતમાં ‘બેટી ચાવો બેટી પઢાઓ’ની વાતો વચ્ચે હોસ્ટેલવાળાની કોઇ જવાબદારી નથી. આથી દીકરીના પરિવારને ન્યાય અપાવવા માગ કરી હતી.